Posts

Navsari : નવસારી જિલ્લામાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ યોજાઇ.

Image
 Navsari : નવસારી જિલ્લામાં સ્વચ્છતાને લગતી વિવિધ પ્રવૃતિઓ યોજાઇ. નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે  નવસારી,તા.૦૪: રાષ્ટ્રવ્યાપી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ અંતર્ગત "સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા" થીમ અંતર્ગત સ્વચ્છતા અંગે જાગૃતતા ફેલાવતી વિવિધ પ્રવૃતિઓ હાથ ધરવામાં આવી રહી છે. જેમાં તાજેતરમાં નવસારી જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જનભાગીદારી અને વિદ્યાર્થીઓની ભાગીદારી થકી 'સ્વચ્છતા હી સેવા' ઝુંબેશ સફળતા મેળવી રહ્યું છે.  તાજેતરમાં નવસારી તાલુકાના નવાપરા ગામે સ્વચ્છતાલક્ષી સંવાદ કરી ગામના લોકોને "સ્વચ્છ ગામ અને સ્વસ્થ ગામ" વિષય ઉપર સમજુતી આપવામાં આવી હતી. ખેરગામ તાલુકાના વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં સ્વચ્છતા લક્ષી ચિત્ર સ્પર્ધા યોજી બાળકોમાં સ્વચ્છતા જાગૃતિ આણવાનો સરાહનિય પ્રયાસ હાથ ધરાયો હતો.  નવસારી તાલુકાના તેલાડા ગામે વેસ્ટમાંથી બેસ્ટ બનાવવા બાબતે સ્વચ્છતા પ્રવૃત્તિ કરી બાળકો પાસે વેસ્ટ મટીરીયલનો ઉપયોગ કરતા સમજ કેળવી હતી.  જ્યારે વા...

Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું.

Image
 Khergam block leval science fair: ખેરગામ તાલુકાની વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન 2024-2025 યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનુંબાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ યોજાયું. જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન નવસારી પ્રેરિત બી.આર.સી. ખેરગામ આયોજીત બ્લોક કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન ૨૦૨૪ - ૨૫ વાડ મુખ્ય પ્રા. શાળા ખેરગામ, તા. ખેરગામના સ્થળે તા. ૩/૧૦/૨૦૨૪ ના રોજ યોજાયું હતું. જેનાં મુખ્ય વિષય : ટકાઉ ભવિષ્ય માટે વિજ્ઞાન અને તકનીકી આધારિત વિવિધ તાલુકાની  25 કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી.જેમાં  વિભાગ -૧ ખોરાક આરોગ્ય અને સ્વચ્છતામાં હેપ્પી & હેલ્ધી પીરીયડસ કૃતિ વાડ મુખ્ય પ્રાથમિક શાળા, વિભાગ-૨ પરિવહન અને સંચારમાં પરવીસમ કોંકીટ રોડ કૃતિ ખેરગામ કુમાર શાળા, વિભાગ ૩માં પ્રાકૃતિક ખેતી, જમીન સુધારણ અને જીવાત નિયંત્રણ કૃતિ વાડ ઉતાર ફળીયા પ્રાથમિક શાળા,  વિભાગ ૪માં ગણિતીક નમૂનાઓ અને ગણનાત્મક વિચારણા, સ્માર્ટ મેડા મેજીક બોક્સ કૃતિ પાટી પ્રાથમિક શાળા,  વિભાગ -૫ (અ...